ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 12: વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો | IMP નોટ્સ( std 10 th Chapter 12 Science Gujrati ma)
પ્રકરણ 12: વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો
ચુંબકત્વ અને વિદ્યુતનો અનોખો સંગમ - સંપૂર્ણ રિવિઝન નોટ્સ
🧲 ૧. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાઓ
કોઈપણ ચુંબકની આસપાસનો એવો વિસ્તાર જ્યાં તેની અસર (આકર્ષણ કે અપાકર્ષણ) અનુભવાય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે.
🌟 ચુંબકીય ક્ષેત્રરેખાઓના ગુણધર્મો (Most IMP):
- ક્ષેત્રરેખાઓ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવ (N) થી દક્ષિણ ધ્રુવ (S) તરફ જાય છે.
- ચુંબકની અંદર તેની દિશા દક્ષિણ (S) થી ઉત્તર (N) તરફ હોય છે.
- તેઓ બંધ વક્રો (Closed Loops) રચે છે.
- બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
રોજિંદું ઉદાહરણ: કંપાસ (હોકાયંત્ર) ની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
👍 ૨. જમણા હાથના અંગૂઠાનો નિયમ (Maxwell's Rule)
જ્યારે કોઈ સીધા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, ત્યારે તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા આ નિયમ વપરાય છે.
"તમારા જમણા હાથમાં પ્રવાહધારિત તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં હોય, તો તમારી આંગળીઓ જે દિશામાં વીંટળાય તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે.
🌀 ૩. સોલેનોઇડ (Solenoid)
અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટાઓ વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે.
- 🔹 સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર સમાંતર અને સમાન હોય છે.
- 🔹 સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે.
- 🔹 સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ગર્ભ મૂકવાથી તે ઈલેક્ટ્રોમેગ્નેટ (વિદ્યુત ચુંબક) બને છે.
રોજિંદું ઉદાહરણ: તમારી ડોરબેલ (Doorbell) અને ક્રેઈન (Cranes) જે લોખંડનો ભંગાર ઉપાડે છે, તેમાં શક્તિશાળી ઈલેક્ટ્રોમેગ્નેટ વપરાય છે.
🤚 ૪. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ (Fleming's LHR)
આ નિયમ વિદ્યુત મોટરના કાર્ય માટે ખૂબ મહત્વનો છે. આમાં ડાબા હાથની પ્રથમ ત્રણ આંગળીઓ પરસ્પર લંબ રાખવામાં આવે છે:
| અંગૂઠો (Thumb) | બળ (Force) / ગતિની દિશા |
| પ્રથમ આંગળી (Forefinger) | ચુંબકીય ક્ષેત્ર (Field) |
| મધ્યમા (Middle finger) | વિદ્યુત પ્રવાહ (Current) |
🏠 ૫. ઘરેલું વિદ્યુત પરિપથ (Domestic Circuits)
આપણા ઘરમાં જે વીજળી આવે છે તે 220 V અને 50 Hz આવૃત્તિની (AC) હોય છે.
વાયરના પ્રકાર:
- 🔴 જીવંત વાયર (Live Wire): લાલ રંગનું અવાહક પડ (ખતરો!).
- ⚫ તટસ્થ વાયર (Neutral Wire): કાળા રંગનું અવાહક પડ.
- 🟢 અર્થિંગ વાયર (Earth Wire): લીલા રંગનું અવાહક પડ (સુરક્ષા માટે).
મહત્વના પદો:
- ⚠️ શોર્ટ સર્કિટ: જ્યારે લાઈવ અને ન્યુટ્રલ વાયર સીધા સંપર્કમાં આવે ત્યારે અવરોધ ઘટી જાય અને પ્રવાહ વધી જાય, જેનાથી આગ લાગી શકે.
- 🔌 ઓવરલોડિંગ: એક જ પ્લગમાં ઘણા બધા ઉપકરણો જોડવાથી અથવા વોલ્ટેજમાં અચાનક વધારો થવાથી ઓવરલોડિંગ થાય છે.
🚀 બોર્ડ પરીક્ષા ક્વિક ટિપ્સ
આ પ્રકરણમાંથી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ઘરેલું વાયરિંગ ના પ્રશ્નો વારંવાર પૂછાય છે. આકૃતિઓની ખાસ પ્રેક્ટિસ કરવી!
💡 પ્રકરણ 12: યાદ રાખવાની ધાંસુ ટ્રીક્સ અને માસ્ટર ટેબલ
🚀 નિયમો યાદ રાખવાની 'શોર્ટ ટ્રીક'
૧. જમણા હાથનો અંગૂઠો (Right Hand Thumb Rule):
જ્યારે આપણે કોઈને "Best of Luck" (👍) કહીએ છીએ, ત્યારે અંગૂઠો ઉપર હોય છે. બસ, આ જ રીતે યાદ રાખો: અંગૂઠો = પ્રવાહની દિશા અને વીંટળાયેલી આંગળીઓ = ચુંબકીય ક્ષેત્ર.
૨. ફ્લેમિંગનો ડાબો હાથ (FBI Rule):
ડાબા હાથની પ્રથમ ત્રણ આંગળીઓ માટે FBI યાદ રાખો:
F (Force) = અંગૂઠો (બળની દિશા)
B (Field) = પ્રથમ આંગળી (ચુંબકીય ક્ષેત્રની દિશા)
I (Current) = મધ્યમા આંગળી (પ્રવાહની દિશા)
📊 પ્રકરણ ૧૨ નું ઓલ-ઈન-વન કોષ્ટક
આ કોષ્ટક આખા પ્રકરણનો સાર છે, જે પરીક્ષાના દિવસે ૫ મિનિટમાં રિવિઝન કરાવી દેશે.
| ટોપિક | મુખ્ય કાર્ય / ઉપયોગ | કયો નિયમ વપરાય? |
|---|---|---|
| સીધો તાર | ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા | જમણા હાથના અંગૂઠાનો નિયમ |
| સોલેનોઇડ | ઈલેક્ટ્રોમેગ્નેટ (વિદ્યુત ચુંબક) બનાવવા | ગજિયા ચુંબકની માફક વર્તે |
| વિદ્યુત મોટર | વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર | ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ |
| ફ્યુઝ | શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગથી રક્ષણ | જ્યુલનો તાપીય નિયમ |
🔌 ઘરેલું વાયર કલર ટ્રીક
વિદ્યાર્થીઓ વારંવાર કલરમાં કન્ફ્યુઝ થાય છે, તો આ રીતે યાદ રખાવો:
🖼️ આ ૪ આકૃતિઓ ૧૦૦% કરી લેવી:
- ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ (N થી S).
- સોલેનોઇડની અંદર અને બહારનું ચુંબકીય ક્ષેત્ર.
- જમણા હાથના અંગૂઠાનો નિયમ.
- ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયગ્રામ (ફ્યુઝ સાથે).
🧲 પ્રકરણ 12: ચુંબકીય અસરો - મોસ્ટ IMP હેતુલક્ષી પ્રશ્નો
Section A: ૧૦ બહુવિકલ્પ પ્રશ્નો (MCQ)
- ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા કઈ હોય છે?
(A) N થી S (B) S થી N (C) પૂર્વથી પશ્ચિમ (D) ગમે તે તરફ - હોકાયંત્રની સોય હકીકતમાં શું છે?
(A) લોખંડનો ટુકડો (B) નાનું ગજિયું ચુંબક (C) નરમ લોખંડ (D) ઇલેક્ટ્રોમેગ્નેટ - ચુંબકીય ક્ષેત્રની હાજરી જાણવા કયું સાધન વપરાય છે?
(A) એમીટર (B) વોલ્ટમીટર (C) હોકાયંત્ર (D) રિયોસ્ટેટ - સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે?
(A) શૂન્ય (B) બધે સમાન અને સમાંતર (C) બહાર કરતાં ઓછું (D) અસ્થિર - ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં અંગૂઠો શું દર્શાવે છે?
(A) બળ (ગતિ) ની દિશા (B) ચુંબકીય ક્ષેત્ર (C) પ્રવાહની દિશા (D) અવરોધ - ઘરેલું વિદ્યુત પરિપથમાં અર્થિંગ વાયરનો રંગ કેવો હોય છે?
(A) લાલ (B) કાળો (C) લીલો (D) વાદળી - ભારતમાં ઘરેલું વપરાશ માટે AC વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય છે?
(A) 60 Hz (B) 50 Hz (C) 220 Hz (D) 100 Hz - શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય:
(A) ઘટી જાય છે (B) ખૂબ વધી જાય છે (C) શૂન્ય થાય છે (D) અચળ રહે છે - વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કોણે શોધી હતી?
(A) ફેરાડે (B) ઓર્સ્ટેડ (C) ન્યૂટન (D) એમ્પીયર - નરમ લોખંડના ગર્ભવાળા સોલેનોઇડને શું કહે છે?
(A) સ્થાયી ચુંબક (B) ઇલેક્ટ્રોમેગ્નેટ (C) જનરેટર (D) ટ્રાન્સફોર્મર
Section B: ૧૦ ખાલીજગ્યા પૂરો
- ૧. ચુંબકીય ક્ષેત્રરેખાઓ હંમેશા બંધ વક્રો રચે છે.
- ૨. ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા દક્ષિણ (S) થી ઉત્તર (N) તરફ હોય છે.
- ૩. ગજિયા ચુંબકની સૌથી વધુ આકર્ષણ શક્તિ તેના ધ્રુવો પાસે હોય છે.
- ૪. જમણા હાથના અંગૂઠાનો નિયમ મેક્સવેલે આપ્યો હતો.
- ૫. સુરક્ષા માટે વપરાતા ફ્યુઝને લાઇવ (જીવંત) વાયર સાથે જોડવામાં આવે છે.
- ૬. આપણા ઘરોમાં આવતો વીજ પ્રવાહ 220 વોલ્ટનો હોય છે.
- ૭. બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
- ૮. ગૂંચળાના આંટાની સંખ્યા વધારતા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વધે છે.
- ૯. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી અને ગીઝર જેવા સાધનોમાં અર્થિંગ વાયર હોવો ખૂબ જરૂરી છે.
- ૧૦. જીવંત વાયર (Live wire) પર સામાન્ય રીતે લાલ રંગનું અવાહક પડ હોય છે.
Section C: ૧૦ ખરા-ખોટા જણાવો
- ૧. ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. - ખરું
- ૨. સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે. - ખરું
- ૩. પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે. - ખરું
- ૪. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ વિદ્યુત મોટર માટે વપરાય છે. - ખોટું (ડાબા હાથનો વપરાય)
- ૫. ન્યુટ્રલ (તટસ્થ) વાયર પર કાળા રંગનું પડ હોય છે. - ખરું
- ૬. વિદ્યુત ચુંબક (Electromagnet) એ કાયમી ચુંબક છે. - ખોટું (તે અસ્થાયી છે)
- ૭. ઓવરલોડિંગને કારણે પરિપથમાં આગ લાગી શકે છે. - ખરું
- ૮. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. - ખોટું (અપાકર્ષણ થાય)
- ૯. હોકાયંત્રની સોય હંમેશા પૂર્વ-પશ્ચિમ દિશામાં સ્થિર થાય છે. - ખોટું (ઉત્તર-દક્ષિણ)
- ૧૦. શોર્ટ સર્કિટ રોકવા માટે ફ્યુઝ એક સુરક્ષા સાધન છે. - ખરું
📝 પ્રકરણ 12: ૨ ગુણના મોસ્ટ IMP પ્રશ્નોત્તર
૧. ચુંબકીય ક્ષેત્રરેખાઓના કોઈ પણ ચાર ગુણધર્મો જણાવો.
જવાબ: ચુંબકીય ક્ષેત્રરેખાઓના મુખ્ય ગુણધર્મો નીચે મુજબ છે:
- ચુંબકીય ક્ષેત્રરેખાઓ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવ (N) થી દક્ષિણ ધ્રુવ (S) તરફ જાય છે.
- ચુંબકની અંદર આ રેખાઓની દિશા દક્ષિણ (S) થી ઉત્તર (N) તરફ હોય છે.
- ચુંબકીય ક્ષેત્રરેખાઓ હંમેશા બંધ વક્રો (Closed Loops) રચે છે.
- બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, કારણ કે જો તે છેદે તો છેદનબિંદુએ હોકાયંત્રની સોય બે દિશા દર્શાવે જે શક્ય નથી.
૨. જમણા હાથના અંગૂઠાનો નિયમ (મેક્સવેલનો કોર્ક-સ્ક્રૂ નિયમ) સમજાવો.
જવાબ: આ નિયમ વિદ્યુત પ્રવાહધારિત સીધા તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે વપરાય છે.
નિયમ: "તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને એવી રીતે પકડો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહ (I) ની દિશામાં હોય, તો તમારી આંગળીઓ જે દિશામાં વીંટળાય છે તે ચુંબકીય ક્ષેત્ર (B) ની દિશા દર્શાવે છે."
૩. સોલેનોઇડ એટલે શું? તેના ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો.
જવાબ: અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટાઓ વડે બનતા નળાકાર જેવી રચનાને સોલેનોઇડ કહે છે.
- સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા તે ગજિયા ચુંબક જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે.
- સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર હોય છે, જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બધે સમાન છે.
૪. વિદ્યુત સાધનોમાં અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોને અર્થિંગ કરવું કેમ જરૂરી છે?
જવાબ: અર્થિંગ વાયર (લીલા રંગનો વાયર) એ સુરક્ષા માટેનું સાધન છે. તેનું મુખ્ય કાર્ય સાધનના
વિદ્યુત પરિપથમાં લીલા રંગના અવાહક પડવાળા વાયરને અર્થિંગ વાયર કહેવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય સુરક્ષા પ્રદાન કરવાનું છે.
સલામતી: અર્થિંગ વાયર સાધનના ધાતુના આવરણને પૃથ્વી સાથે જોડે છે, જેથી જો કોઈ કારણસર વાયરમાંથી પ્રવાહ લીક થાય, તો તે સીધો જમીનમાં ઉતરી જાય છે.
લો-રેઝિસ્ટન્સ પાથ: તે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ખૂબ જ ઓછો અવરોધ પૂરો પાડે છે
.ધાતુનું આવરણ ધરાવતા સાધનો જેવા કે ઈસ્ત્રી, ટોસ્ટર, રેફ્રિજરેટર અને ટેબલ પંખાને અર્થિંગ કરવું અનિવાર્ય છે. તેના કારણો નીચે મુજબ છે:
વીજ આંચકાથી બચવા: જો સાધનનો લાઈવ વાયર કોઈ ખામીને લીધે ધાતુની સપાટીને અડી જાય, તો આખી ધાતુની બોડીમાં વીજળી આવી શકે છે. અર્થિંગને લીધે આ વધારાનો પ્રવાહ જમીનમાં જતો રહે છે અને સાધનને અડનાર વ્યક્તિને મોટો વીજ આંચકો (Electric Shock) લાગતો નથી.
સાધનની સુરક્ષા: અચાનક આવતા મોટા વિદ્યુત પ્રવાહથી સાધનને બળી જતું અટકાવવા માટે પણ અર્થિંગ મહત્વનું છે
.
ટૂંકમાં યાદ રાખો:
અર્થિંગ વાયર એ પૃથ્વી સાથેનો એક "સુરક્ષા માર્ગ" છે જે પ્રવાહના લીકેજ વખતે આપણું રક્ષણ કરે છે.
🎯 વિભાગ C: ૩ ગુણના મોસ્ટ IMP પ્રશ્નો (આકૃતિ સાથે)
૧. ગજિયા ચુંબકની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ આકૃતિ દોરી સમજાવો.
જવાબ: ચુંબકીય ક્ષેત્રરેખાઓ એ ચુંબકીય ક્ષેત્રના નકશા જેવી છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
- ચુંબકીય ક્ષેત્રરેખાઓ ચુંબકની બહાર ઉત્તર ધ્રુવ (N) થી નીકળી દક્ષિણ ધ્રુવ (S) માં અંત પામે છે.
- ચુંબકની અંદર તેની દિશા દક્ષિણથી ઉત્તર (S to N) તરફ હોય છે, આમ તે બંધ વક્રો રચે છે.
- જ્યાં ક્ષેત્રરેખાઓ એકબીજાની વધુ નજીક (ગીચ) હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે (દા.ત. ધ્રુવો પાસે).
- બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
🖼️ પાઠ્યપુસ્તકની આકૃતિ (Fig 12.4):
૨. સોલેનોઇડ એટલે શું? પ્રવાહધારિત સોલેનોઇડને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો.
જવાબ: અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટાઓ વડે બનતી નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે.
🔍 મુખ્ય મુદ્દાઓ:
- સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતાં તે ગજિયા ચુંબકની માફક વર્તે છે.
- સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે.
- સૌથી મહત્વનું: સોલેનોઇડની અંદરના ભાગમાં ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર હોય છે, જેનો અર્થ છે કે અંદરના તમામ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે.
- સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ગર્ભ મૂકીને શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય છે.
🖼️ પાઠ્યપુસ્તકની આકૃતિ (Fig 12.10):
૩. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આકૃતિ સહ સમજાવો. તેનો ઉપયોગ કયા સાધનમાં થાય છે?
જવાબ: જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતા બળની દિશા જાણવા આ નિયમ વપરાય છે.
નિયમ: તમારા ડાબા હાથના અંગૂઠા, પ્રથમ આંગળી અને મધ્યમાને એવી રીતે ફેલાવો કે તેઓ પરસ્પર લંબ રહે.
- પ્રથમ આંગળી: ચુંબકીય ક્ષેત્રની દિશામાં (Field)
- મધ્યમા આંગળી: વિદ્યુત પ્રવાહની દિશામાં (Current)
- અંગૂઠો: વાહક પર લાગતા બળ અથવા ગતિની દિશામાં રહેશે (Force).
ઉપયોગ: આ નિયમનો ઉપયોગ વિદ્યુત મોટર (Electric Motor) ની કાર્યપદ્ધતિમાં થાય છે.
🖼️ પાઠ્યપુસ્તકની આકૃતિ (Fig 12.13):
💎 વિભાગ D: ૪ ગુણના મોસ્ટ IMP પ્રશ્નો (આકૃતિ સાથે)
૧. સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી, અર્થિંગ વાયર અને ફ્યુઝનું મહત્વ સમજાવો.
જવાબ: આપણા ઘરોમાં વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય (મેઈન્સ) દ્વારા મળે છે, જેમાં ત્રણ પ્રકારના વાયરો હોય છે:
- જીવંત વાયર (Live): લાલ રંગનું અવાહક પડ (220 V વોલ્ટેજ).
- તટસ્થ વાયર (Neutral): કાળા રંગનું અવાહક પડ (0 V વોલ્ટેજ).
- અર્થિંગ વાયર (Earth): લીલા રંગનું અવાહક પડ (સુરક્ષા માટે).
🖼️ પાઠ્યપુસ્તકની આકૃતિ (Fig 12.14 / જૂની ચોપડી મુજબ 13.20):
🛡️ સુરક્ષાના સાધનો:
- અર્થિંગ વાયર: તે ધાતુનું આવરણ ધરાવતા સાધનો (ઇસ્ત્રી, ફ્રીજ) માટે વપરાય છે. જો લાઈવ વાયર ધાતુને અડી જાય, તો પ્રવાહ જમીનમાં ઉતરી જાય છે અને આપણને શોક લાગતો નથી.
- વિદ્યુત ફ્યુઝ: તે શ્રેણીમાં જોડાય છે. જ્યારે શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગને કારણે પ્રવાહ વધે, ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથ તોડી નાખે છે, જેથી આગ લાગતી અટકે છે.
૨. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ આકૃતિ સાથે સમજાવો.
જવાબ: જ્યારે સીધા તારને વાળીને વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે અને તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, ત્યારે ચુંબકીય ક્ષેત્ર નીચે મુજબ રચાય છે:
- લૂપના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રિત વર્તુળો સ્વરૂપે હોય છે.
- જેમ લૂપના કેન્દ્ર તરફ જઈએ, તેમ આ વર્તુળો મોટા થતા જાય છે અને કેન્દ્ર પાસે તે સીધી રેખા જેવી દેખાય છે.
- કેન્દ્રમાં બધી જ ક્ષેત્રરેખાઓ એક જ દિશામાં હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર સૌથી પ્રબળ હોય છે.
- ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા (B) એ વહેતા પ્રવાહ (I) ના સમપ્રમાણમાં અને આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે.
🖼️ પાઠ્યપુસ્તકની આકૃતિ (Fig 12.8):
🎯 ધોરણ 10 વિજ્ઞાન સંપૂર્ણ IMP મટીરીયલ (પ્રકરણ 1 થી 13)
બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણ 1 થી 13 ના મોસ્ટ IMP પ્રશ્નો અને જવાબોની સંપૂર્ણ PDF નીચેથી ડાઉનલોડ કરો. ટેબલ અને ટ્રીક પણ આપ્યા છે જેથી તમને યાદ તરત રહી જશે. અને શોર્ટનોટ્સ પણ આપી છે જેથી તમે આગલા દિવસે બધું જ રિવિજન થઈ જાય.




