ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 21: સામાજિક પરિવર્તન | સંપૂર્ણ IMP નોટ્સ(Std 10 th Chapter 21 Social science Gujrati ma)
પ્રકરણ 21: સામાજિક પરિવર્તન બાળ અધિકારો, RTI, ભ્રષ્ટાચાર અને લોકપાલની સંપૂર્ણ સમજૂતી 👶 ૧. બાળકોના અધિકારો (UN અને ભારત) બાળકો એ દેશની સંપત્તિ છે. ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રોએ (UN) બાળકોના અધિકારો જાહેર કર્યા: જીવવાનો અધિકાર: દરેક બાળકને જીવવાનો અને પોતાના વિકાસનો અધિકાર છે. શિક્ષણનો અધિકાર (RTE): ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. રક્ષણ: શારીરિક-માનસિક શોષણ કે નશાખોરી સામે રક્ષણ મેળવવાનો હક. અભિવ્યક્તિ: પોતાના વિચારો રજૂ કરવાનો હક. 💰 ૨. ભ્રષ્ટાચાર: દેશને લાગેલું ઉધઈ ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દાનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરવો. રોકવાના ઉપાયો: એન્ટી કરપ્શન બ્યુરો (ACB): લાંચ લેતા અધિકારીઓને પકડવા માટે. (હેલ્પલાઇન નંબર: ૧૦૬૪). લોકપાલ અને લોકાયુક્ત: ઉચ્ચ પદો પર રહેલા લોકોના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે. ...