મુખ્ય સામગ્રી પર જાઓ

ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8: આનુવંશિકતા | IMP પ્રશ્નો અને શોર્ટ નોટ્સ(std 10 th chapter 8 science Gujrati ma)

પ્રકરણ 8: આનુવંશિકતા (Heredity) - માસ્ટર નોટ્સ

૧. આનુવંશિકતા એટલે શું?

સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનને આનુવંશિકતા કહેવામાં આવે છે. પ્રજનન દરમિયાન DNA ની પ્રતિકૃતિ બને છે, જેમાં આવતી નાની ભિન્નતાઓ ઉત્ક્રાંતિનો પાયો બને છે.

  • ભિન્નતા: એક જ જાતિના સજીવો વચ્ચે જોવા મળતા તફાવતને ભિન્નતા કહે છે.
  • વારસાગત લક્ષણો: જે લક્ષણો પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે.

૨. ગ્રેગર મેન્ડેલનું પ્રદાન (આનુવંશિકતાના પિતા)

મેન્ડેલે વટાણાના છોડ (Pisum sativum) પર પ્રયોગો કરીને આનુવંશિકતાના નિયમો આપ્યા.

(A) એકસંકરણનો પ્રયોગ (Monohybrid Cross):

જ્યારે વટાણાના ઉંચા (TT) અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું:

  • F1 પેઢી: બધા જ છોડ ઉંચા (Tt) મળ્યા. આ દર્શાવે છે કે 'ઉંચાપણું' એ પ્રભાવી લક્ષણ છે.
  • F2 પેઢી: F1 છોડના સ્વ-ફલનથી ઉંચા અને નીચા છોડનું પ્રમાણ ૩:૧ મળ્યું.

(B) પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો:

લક્ષણ પ્રભાવી (Dominant) પ્રચ્છન્ન (Recessive)
છોડની ઉંચાઈ ઉંચા (T) નીચા (t)
બીજનો આકાર ગોળ (R) ખરબચડા (r)

૩. મનુષ્યમાં લિંગ નિશ્ચયન (Sex Determination)

મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનિક રીતે થાય છે. મનુષ્યમાં ૨૩ જોડ રંગસૂત્રો હોય છે.

  • સ્ત્રીમાં: ૨૨ જોડ + XX (બંને રંગસૂત્રો સમાન).
  • પુરૂષમાં: ૨૨ જોડ + XY (એક X અને એક નાનું Y રંગસૂત્ર).
ખાસ નોંધ: બાળક છોકરો આવશે કે છોકરી તેનો સંપૂર્ણ આધાર પિતાના શુક્રકોષ પર રહેલો છે. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલન કરે તો છોકરી અને જો Y ધરાવતો શુક્રકોષ ફલન કરે તો છોકરો જન્મે છે.

૪. બોર્ડ પરીક્ષા લક્ષી IMP પ્રશ્નો (Short Notes)

  1. જનીન (Gene): તે આનુવંશિકતાનો એકમ છે જે DNA નો બનેલો છે.
  2. રંગસૂત્રો: કોષકેન્દ્રમાં આવેલી દોરી જેવી રચના જે જનીનોનું વહન કરે છે.
  3. દ્વિસંકરણનો પ્રયોગ: જ્યારે બે જોડી વિરોધાભાસી લક્ષણો (દા.ત. ગોળ-પીળા અને ખરબચડા-લીલા બીજ) ને ધ્યાનમાં લઈ સંકરણ કરાવાય ત્યારે F2 પેઢીમાં ૯:૩:૩:૧ પ્રમાણ મળે છે.

© Pramukhstudyqueen5 

આનુવંશિકતા: સુપર શોર્ટ ટ્રીક અને માસ્ટર કોષ્ટક 🧬

💡 મેન્ડેલના પ્રયોગો યાદ રાખવાની ટ્રીક:

મેન્ડેલે વટાણાના છોડ (Pisum sativum) પર 7 જોડ વિરોધાભાસી લક્ષણો લીધા હતા. મુખ્ય યાદ રાખવા જેવા:

ટ્રીક: "ઉ-ગો-પી" (U-Go-Pi)

  • ઉ: ઉંચાઈ (ઉંચા Vs નીચા)
  • ગો: ગોળાઇ (ગોળ Vs ખરબચડા બીજ)
  • પી: પીળો રંગ (પીળા Vs લીલા બીજ)

૧. મેન્ડેલનો એકસંકરણ પ્રયોગ (Monohybrid Cross)

પેઢી જનીન બંધારણ દેખાવ (સ્વરૂપ)
પિતૃ પેઢી (P) TT x tt શુદ્ધ ઉંચા અને શુદ્ધ નીચા
પ્રથમ પેઢી (F1) Tt (વિષમયુગ્મી) બધા જ ઉંચા (૧૦૦%)
બીજી પેઢી (F2) TT, Tt, Tt, tt ૩:૧ પ્રમાણ (૩ ઉંચા, ૧ નીચો)

૨. લિંગ નિશ્ચયન શોર્ટ ટ્રીક

મનુષ્યમાં કુલ ૨૩ જોડ (૪૬ નંગ) રંગસૂત્રો હોય છે.

સજીવ રંગસૂત્ર જોડ પરિણામ
માદા (સ્ત્રી) XX (સમાન) બધા જ અંડકોષ 'X' વાળા
નર (પુરૂષ) XY (અલગ) ૫૦% શુક્રકોષ X અને ૫૦% Y

ટ્રીક: બાપા નક્કી કરે! (બાળકનું લિંગ પિતાના શુક્રકોષ પર આધારિત છે)

યાદ રાખો:
૧. એકસંકરણનું સ્વરૂપ પ્રમાણ = ૩ : ૧
૨. દ્વિસંકરણનું સ્વરૂપ પ્રમાણ = ૯ : ૩ : ૩ : ૧

પ્રકરણ 8: મોસ્ટ IMP 30 હેતુલક્ષી પ્રશ્નો

૧. યોગ્ય વિકલ્પ પસંદ કરો (MCQ)

  1. આનુવંશિકતાના પિતા કોણ છે? (A) ડાર્વિન (B) મેન્ડેલ (C) લેમાર્ક (D) મોર્ગન
  2. મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે કઈ જોડ જવાબદાર છે? (A) ૨૧મી (B) ૨૨મી (C) ૨૩મી (D) ૧લી
  3. વટાણામાં 'નીચાપણું' એ કેવું લક્ષણ છે? (A) પ્રભાવી (B) પ્રચ્છન્ન (C) સહ-પ્રભાવી (D) એકપણ નહીં
  4. સ્ત્રીમાં કયા લિંગી રંગસૂત્રો હોય છે? (A) XY (B) YY (C) XX (D) XO
  5. એકસંકરણના પ્રયોગમાં F2 પેઢીનું પ્રમાણ શું હોય છે? (A) ૯:૩:૩:૧ (B) ૧:૨:૧ (C) ૩:૧ (D) ૧:૧
  6. જનીનો ક્યાં આવેલા હોય છે? (A) કોષરસમાં (B) રંગસૂત્રો પર (C) કણાભસૂત્રમાં (D) રીબોઝોમ્સમાં
  7. કયું રંગસૂત્ર કદમાં નાનું હોય છે? (A) X (B) Y (C) બંને સમાન (D) ઝેડ (Z)
  8. મેન્ડેલે કયા છોડ પર પ્રયોગો કર્યા? (A) મકાઈ (B) સૂર્યમુખી (C) વટાણા (D) તુલસી
  9. બાળકનું લિંગ કોણ નક્કી કરે છે? (A) માતા (B) પિતા (C) પર્યાવરણ (D) નસીબ
  10. DNA ની પ્રતિકૃતિ બનતી વખતે શું ઉદભવે છે? (A) સમાનતા (B) ભિન્નતા (C) સ્થિરતા (D) નાશ

૨. ખાલી જગ્યા પૂરો

  1. આનુવંશિકતાનો એકમ _________ છે. (જનીન)
  2. મનુષ્યમાં કુલ _________ નંગ રંગસૂત્રો હોય છે. (૪૬)
  3. વટાણાના બીજનો ગોળ આકાર એ _________ લક્ષણ છે. (પ્રભાવી)
  4. પુરૂષમાં _________ પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે. (XY)
  5. DNA નું પૂરું નામ _________ છે. (ડિઓક્સિરીબો ન્યુક્લિક એસિડ)
  6. દરેક લક્ષણ માટે જનીનની _________ નકલ હોય છે. (બે)
  7. મનુષ્યમાં ૨૨ જોડ રંગસૂત્રો _________ હોય છે. (દૈહિક)
  8. ________ એ આનુવંશિક માહિતીનું વહન કરે છે. (DNA)
  9. દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીનું પ્રમાણ _________ મળે છે. (૯:૩:૩:૧)
  10. જનીનો _________ ના બનેલા ખંડો છે. (DNA)

૩. ખરાં છે કે ખોટાં તે જણાવો

  1. બાળક છોકરો આવશે કે છોકરી તેનો આધાર માતા પર છે. (ખોટું)
  2. વટાણાના ખરબચડા બીજ એ પ્રચ્છન્ન લક્ષણ છે. (ખરું)
  3. મનુષ્યમાં ૨૩ જોડ રંગસૂત્રો હોય છે. (ખરું)
  4. Y રંગસૂત્ર X રંગસૂત્ર કરતા કદમાં મોટું હોય છે. (ખોટું)
  5. F1 પેઢીમાં જે લક્ષણ દેખાય તેને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. (ખોટું)
  6. મેન્ડેલે વટાણાની ૭ જોડ વિરોધાભાસી લક્ષણો લીધા હતા. (ખરું)
  7. શુક્રકોષમાં માત્ર X રંગસૂત્ર જ હોઈ શકે છે. (ખોટું - X અથવા Y)
  8. DNA ની પ્રતિકૃતિમાં આવતી ભિન્નતા ઉત્ક્રાંતિ માટે જરૂરી છે. (ખરું)
  9. જનીન બંધારણ TT ધરાવતો છોડ નીચો હશે. (ખોટું - ઉંચો હશે)
  10. સ્ત્રીમાં બધા જ અંડકોષો X રંગસૂત્ર ધરાવે છે. (ખરું)
ટિપ: આ ૩૦ પ્રશ્નો તૈયાર કરશો એટલે આ પ્રકરણનો ૧ માર્કનો એક પણ પ્રશ્ન બોર્ડમાં ખોટો નહીં પડે! 👍

પ્રશ્ન ૧: મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો

મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનિક રીતે થાય છે, જેનો મુખ્ય આધાર પિતાના શુક્રકોષ પર રહેલો છે. તેની સમજૂતી નીચે મુજબ છે:

માનવમાં લિંગ નિશ્ચયન ચાર્ટ - XX અને XY રંગસૂત્રો દ્વારા સંતતિનું લિંગ નક્કી થવાની પ્રક્રિયા.



  • રંગસૂત્રોની ગોઠવણી: મનુષ્યમાં ૨૩ જોડ રંગસૂત્રો હોય છે. તેમાંથી ૨૨ જોડ દૈહિક છે, જ્યારે ૧ જોડ લિંગી રંગસૂત્રો છે.
  • સ્ત્રી અને પુરૂષમાં તફાવત: સ્ત્રીમાં બંને લિંગી રંગસૂત્રો સમાન (XX) હોય છે, જ્યારે પુરૂષમાં એક X અને એક નાનું Y એમ બે અલગ (XY) રંગસૂત્રો હોય છે.
  • જનનકોષોનું નિર્માણ: સ્ત્રીમાં બધા જ અંડકોષો X રંગસૂત્ર ધરાવે છે. જ્યારે પુરૂષમાં ઉત્પન્ન થતા શુક્રકોષોમાં ૫૦% X ધરાવતા અને ૫૦% Y રંગસૂત્ર ધરાવતા હોય છે.
લિંગ નિશ્ચયનની પ્રક્રિયા:
  1. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે, તો ફલિતાંડમાં XX બંધારણ રચાશે અને છોકરીનો જન્મ થશે.
  2. જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે, તો ફલિતાંડમાં XY બંધારણ રચાશે અને છોકરો જન્મશે.
નિષ્કર્ષ: આમ, બાળકનું લિંગ પિતા તરફથી મળતા રંગસૂત્ર પર આધારિત છે.

પ્રશ્ન ૨: મેન્ડેલનો એકસંકરણનો પ્રયોગ

ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ (Pisum sativum) ના એક જોડ વિરોધાભાસી લક્ષણો (ઉંચાઈ) ને ધ્યાનમાં લઈ પ્રયોગ કર્યો હતો:

મેન્ડેલનો એક-સંકરણનો પ્રયોગ - ઊંચા અને નીચા વટાણાના છોડ વચ્ચે સંકરણ.


  • પિતૃ પેઢી (P): મેન્ડેલે શુદ્ધ ઉંચા (TT) અને શુદ્ધ નીચા (tt) છોડ વચ્ચે પર-પરાગનયન દ્વારા સંકરણ કરાવ્યું.
  • પ્રથમ પેઢી (F1): આ સંકરણથી મળેલા બધા જ છોડ ઉંચા (Tt) હતા. આનો અર્થ એ કે 'ઉંચાપણું' એ પ્રભાવી લક્ષણ છે અને 'નીચાપણું' પ્રચ્છન્ન છે.
  • દ્વિતીય પેઢી (F2): જ્યારે F1 પેઢીના છોડ વચ્ચે સ્વ-ફલન કરાવવામાં આવ્યું, ત્યારે બીજી પેઢીમાં ઉંચા અને નીચા બંને પ્રકારના છોડ મળ્યા.
વિગત પરિણામ
F2 પેઢીનું સ્વરૂપ પ્રમાણ ૩ : ૧ (૭૫% ઉંચા, ૨૫% નીચા)
F2 પેઢીનું જનીન પ્રમાણ ૧ : ૨ : ૧ (TT : Tt : tt)

પ્રશ્ન ૩: ભિન્નતાનું મહત્વ સમજાવો

પ્રજનન દરમિયાન DNA ની પ્રતિકૃતિ બનતી વખતે આવતી ભિન્નતા જાતિના અસ્તિત્વ માટે અત્યંત ઉપયોગી છે:

  • પર્યાવરણીય ફેરફાર સામે રક્ષણ: પર્યાવરણમાં અચાનક થતા ફેરફારો (જેમ કે તાપમાનમાં વધારો કે જળસ્તરમાં ફેરફાર) વખતે ભિન્નતા ધરાવતા સજીવો જ જીવંત રહી શકે છે.
  • જાતિનું સાતત્ય: જો વસ્તીના બધા જ સજીવો એકસરખી ક્ષમતા ધરાવતા હોય અને કોઈ પ્રતિકૂળ સંજોગો આવે, તો આખી જાતિ નાશ પામી શકે છે. ભિન્નતા તેને સંપૂર્ણ નાશ પામતી બચાવે છે.
  • અનુકૂલન: ભિન્નતા સજીવોને બદલાતા જતા નિવાસસ્થાનમાં અનુકૂળ થવામાં અને લાંબા ગાળે ઉત્ક્રાંતિ પામવામાં મદદરૂપ થાય છે.
ઉદાહરણ: શીતોષ્ણ પાણીમાં રહેતા બેક્ટેરિયાની વસ્તીમાં જો ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન વધી જાય, તો મોટાભાગના બેક્ટેરિયા મરી જશે. પરંતુ જે બેક્ટેરિયામાં 'તાપમાન પ્રતિરોધી' ભિન્નતા હશે, તેઓ બચી જશે અને વૃદ્ધિ પામશે.

પ્રશ્ન ૪: મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ

મેન્ડેલે વટાણાના બે જોડ વિરોધાભાસી લક્ષણો (બીજનો આકાર અને રંગ) ને ધ્યાનમાં લઈ પ્રયોગ કર્યો:

મેન્ડેલનો દ્વિ-સંકરણ પ્રયોગ - ગોળ-પીળા અને ખરબચડા-લીલા બીજનું સંકરણ (પનેટ સ્ક્વેર).


  • પિતૃ પેઢી (P): ગોળ-પીળા બીજ (RRYY) ધરાવતા છોડનું ખરબચડા-લીલા બીજ (rryy) ધરાવતા છોડ સાથે સંકરણ કરાવ્યું.
  • F1 પેઢી: પ્રથમ પેઢીમાં બધા જ છોડ ગોળ અને પીળા બીજ (RrYy) ધરાવતા હતા.
  • F2 પેઢી: F1 પેઢીના છોડ વચ્ચે સ્વ-ફલન કરાવતા બીજી પેઢીમાં નીચે મુજબના ચાર પ્રકારના છોડ મળ્યા:
બીજનો પ્રકાર સંખ્યાનું પ્રમાણ
ગોળ અને પીળા બીજ
ગોળ અને લીલા બીજ
ખરબચડા અને પીળા બીજ
ખરબચડા અને લીલા બીજ

પરિણામી પ્રમાણ = ૯ : ૩ : ૩ : ૧



પ્રકરણ 8: આનુવંશિકતા - મહત્વના પ્રશ્નોત્તર

પ્રશ્ન ૧. જનીન (Gene) એટલે શું? તેના કાર્યો જણાવો.

વ્યાખ્યા: જનીન એ રંગસૂત્ર પર આવેલો DNA નો એવો ચોક્કસ ખંડ છે, જે સજીવના કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે.

જનીનના કાર્યો:
  • જનીનો આનુવંશિકતાના એકમો છે અને પિતૃઓમાંથી સંતતિમાં લક્ષણોનું વહન કરે છે.
  • તે કોષમાં વિશિષ્ટ પ્રોટીનના સંશ્લેષણ માટેની માહિતી પૂરી પાડે છે, જે સજીવના લક્ષણો (જેમ કે ઉંચાઈ, આંખનો રંગ) નક્કી કરે છે.

પ્રશ્ન ૨. પિતૃઓમાંથી સંતતિમાં લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે?

લક્ષણોના વહનની પ્રક્રિયા નીચે મુજબ છે:

  • સજીવમાં દરેક લક્ષણ માટે જનીનોની બે નકલ (એક જોડ) હોય છે.
  • લિંગી પ્રજનન દરમિયાન, સંતતિને એક જનીન નકલ પિતા તરફથી અને બીજી જનીન નકલ માતા તરફથી પ્રાપ્ત થાય છે.
  • જનનકોષો (શુક્રકોષ અને અંડકોષ) ના મિલનથી ફલિતાંડ બને છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃસ્થાપિત થાય છે અને પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે.

પ્રશ્ન ૩. મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા અને પ્રકારો જણાવો.

મનુષ્યના દરેક કોષમાં રંગસૂત્રોની કુલ ૨૩ જોડ (૪૬ નંગ) હોય છે. તેના મુખ્ય બે પ્રકાર છે:

  1. દૈહિક રંગસૂત્રો: પ્રથમ ૨૨ જોડ રંગસૂત્રો જે સ્ત્રી અને પુરૂષ બંનેમાં સમાન હોય છે. તે શરીરના સામાન્ય લક્ષણો નક્કી કરે છે.
  2. લિંગી રંગસૂત્રો: ૨૩મી જોડના રંગસૂત્રો જે લિંગ નિશ્ચયન કરે છે. સ્ત્રીમાં XX અને પુરૂષમાં XY પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે.

પ્રશ્ન ૪. પ્રજનનમાં DNA પ્રતિકૃતિ બનવી કેમ જરૂરી છે?

DNA પ્રતિકૃતિ (Copy) બનવી નીચેના કારણોસર અનિવાર્ય છે:

  • માહિતીનું વહન: DNA એ પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક માહિતીના વહન માટેનો મુખ્ય સ્ત્રોત છે.
  • સમાનતા જાળવવા: પ્રતિકૃતિ બનવાથી નવી સંતતિ પિતૃઓ જેવી જ શારીરિક રચના ધરાવે છે.
  • ભિન્નતા માટે: DNA પ્રતિકૃતિ બનતી વખતે આવતી નાની ખામીઓ કે ભૂલો ભિન્નતા સર્જે છે, જે ઉત્ક્રાંતિ અને જાતિના અસ્તિત્વ માટે જરૂરી છે.

🎯 ધોરણ 10 વિજ્ઞાન સંપૂર્ણ IMP મટીરીયલ (પ્રકરણ 1 થી 13)

​બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણ 1 થી 13 ના મોસ્ટ IMP પ્રશ્નો અને જવાબોની સંપૂર્ણ PDF નીચેથી ડાઉનલોડ કરો. ટેબલ અને ટ્રીક પણ આપ્યા છે જેથી તમને યાદ તરત રહી જશે. અને શોર્ટનોટ્સ પણ આપી છે જેથી તમે આગલા દિવસે બધું જ રિવિજન થઈ જાય.

​👉 અહીં ક્લિક કરો: સંપૂર્ણ PDF ડાઉનલોડ કરો (₹60)