ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9: પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવન | મોસ્ટ IMP પ્રશ્નો (STD 10 th Chapter 9 Science Gujrati)
પ્રકરણ 9: પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવન
Unique Short Notes - પરીક્ષા માટે સ્પેશિયલ
પ્રકાશ શું છે? જો તમે અંધારામાં ટોર્ચ ચાલુ કરો, તો જે દેખાય છે તે પ્રકાશ છે. પણ વિજ્ઞાનની ભાષામાં, પ્રકાશ એ બિંદુવત ઉર્જા છે જે આપણી આંખોમાં સંવેદના જગાડે છે. આ પ્રકરણમાં આપણે બે જાદુ શીખવાના છે: પ્રકાશનું અથડાવું અને પ્રકાશનું વાંકા વળવું.
૧. પ્રકાશનું પરાવર્તન (Reflection)
જ્યારે પ્રકાશ કોઈ સપાટી સાથે અથડાઈને પાછો ફરે છે, ત્યારે તેને પરાવર્તન કહેવાય. અરીસામાં આપણે જે મોઢું જોઈએ છીએ તે આનું જ ઉદાહરણ છે.
- આપાતકોણ (∠i) અને પરાવર્તનકોણ (∠r) હંમેશા સરખા હોય.
- આપાતકિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય.
ગોલીય અરીસા (Spherical Mirrors)
| અંતર્ગોળ અરીસો (Concave) | બહિર્ગોળ અરીસો (Convex) |
|---|---|
|
કેવો હોય? જેની અંદરની સપાટી ચળકતી હોય. રોજિંદા જીવનમાં ઉપયોગ:
|
કેવો હોય? જેની બહારની સપાટી ચળકતી હોય. રોજિંદા જીવનમાં ઉપયોગ:
|
અરીસાનું સૂત્ર (Mirror Formula)
1 / v + 1 / u = 1 / f
મોટવણી (m) = -v / u = h' / h
૨. પ્રકાશનું વક્રીભવન (Refraction)
જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી (જેમ કે હવા) બીજા માધ્યમમાં (જેમ કે પાણી) જાય છે, ત્યારે તે પોતાની દિશા બદલે છે એટલે કે વાંકું વળે છે. આને વક્રીભવન કહેવાય.
- પાણીમાં મૂકેલી પેન્સિલ વાંકી અથવા તૂટેલી દેખાય છે.
- કાચના ગ્લાસમાં ભરેલા પાણીમાં લીંબુ મૂકો તો તે મોટું દેખાય છે.
- તારાઓ ટમટમતા દેખાય છે કારણ કે પ્રકાશનું વાતાવરણમાં વક્રીભવન થાય છે.
- સ્વિમિંગ પૂલનું તળિયું જેટલું ઊંડું હોય તેના કરતા ઊંચું (છીછરું) દેખાય છે.
લેન્સ (Lenses)
લેન્સ એ પારદર્શક પદાર્થ છે જે વક્રીભવનના સિદ્ધાંત પર કામ કરે છે.
- બહિર્ગોળ લેન્સ (Convex): કિરણોને ભેગા કરે છે (બિલોરી કાચ).
- અંતર્ગોળ લેન્સ (Concave): કિરણોને ફેલાવે છે.
લેન્સનું સૂત્ર (Lens Formula)
1 / v - 1 / u = 1 / f
નોંધ: અરીસામાં પ્લસ (+) આવે અને લેન્સમાં માઇનસ (-) આવે.
૩. લેન્સનો પાવર (Power of Lens)
જો તમે ચશ્મા પહેરતા હોવ, તો તમને ખબર હશે કે ડોક્ટર "+1.5" અથવા "-2.0" એવા નંબર આપે છે. આ "નંબર" એટલે જ લેન્સનો પાવર.
- પાવરનો એકમ ડાયોપ્ટર (D) છે.
- જો પાવર પ્લસ (+) હોય તો લેન્સ બહિર્ગોળ છે.
- જો પાવર માઇનસ (-) હોય તો લેન્સ અંતર્ગોળ છે.
પરીક્ષા માટે સ્પેશિયલ 'જાદુઈ' ટિપ્સ:
- વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય.
- આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય.
- બહિર્ગોળ અરીસો હંમેશા નાનું અને ચત્તું જ પ્રતિબિંબ આપશે (ગમે ત્યાં વસ્તુ મૂકો).
- કેન્દ્રલંબાઈ (f) હંમેશા વક્રતા ત્રિજ્યા (R) કરતા અડધી હોય: f = R / 2
© 2025 - તમારા બ્લોગનું નામ | વિજ્ઞાન બન્યું સરળ
🎯 અંતર્ગોળ અરીસા માટેની શોર્ટકટ ટ્રીક
ટ્રીક: "વસ્તુ જેમ નજીક આવશે, પ્રતિબિંબ તેમ દૂર જશે અને મોટું થશે!"
| વસ્તુનું સ્થાન | પ્રતિબિંબનું સ્થાન | કદ | પ્રકાર |
|---|---|---|---|
| અનંત અંતરે | મુખ્ય કેન્દ્ર F પર | ખૂબ જ નાનું | વાસ્તવિક-ઊંધું |
| C થી દૂર | F અને C ની વચ્ચે | નાનું | વાસ્તવિક-ઊંધું |
| C પર | C પર જ | વસ્તુ જેવડું જ | વાસ્તવિક-ઊંધું |
| C અને F ની વચ્ચે | C થી દૂર | મોટું | વાસ્તવિક-ઊંધું |
| F પર | અનંત અંતરે | ખૂબ જ મોટું | વાસ્તવિક-ઊંધું |
| P અને F ની વચ્ચે | અરીસાની પાછળ | વિશાળ (મોટું) | આભાસી-ચત્તું |
🚀 સંજ્ઞા પ્રણાલીની 'દેશી' ટ્રીક
દાખલા ગણતી વખતે ક્યારેય ભૂલ નહીં પડે જો આ યાદ રાખશો:
- ✅ u (વસ્તુ અંતર): આંખ બંધ કરીને હંમેશા ઋણ (-) જ લેવું.
- ✅ f (કેન્દ્રલંબાઈ): અંતર્ગોળ હોય તો (-) અને બહિર્ગોળ હોય તો (+).
(ટ્રીક: 'બ' થી બહિર્ગોળ અને 'બ' થી બહુ એટલે કે પ્લસ +) - ✅ પ્રતિબિંબ (v): જો જવાબ (-) આવે તો ઊંધું, અને (+) આવે તો ચત્તું.
💡 વક્રીભવન: પા-ઘ-લ ટ્રીક
પાતળા થી ઘટ્ટ માધ્યમ
કિરણ લંબની "તરફ" વળશે.
ઘટ્ટ થી પાતળા માધ્યમ
કિરણ લંબથી "દૂર" જશે.
🎯 પ્રકરણ 10: મોસ્ટ IMP હેતુલક્ષી પ્રશ્નોત્તર (Self-Test)
Section A: બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)
૧. વસ્તુને ક્યાં મૂકવાથી અંતર્ગોળ અરીસામાં તેનું પ્રતિબિંબ અનંત અંતરે મળે?
(A) C પર
(B) મુખ્ય કેન્દ્ર F પર
(C) P પર
(D) C થી દૂર
જવાબ: (B) મુખ્ય કેન્દ્ર F પર
૨. ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 30 cm હોય, તો તેની કેન્દ્રલંબાઈ કેટલી?
(A) 30 cm
(B) 60 cm
(C) 15 cm
(D) 10 cm
જવાબ: (C) 15 cm
૩. વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે?
(A) અંતર્ગોળ
(B) બહિર્ગોળ
(C) સમતલ
(D) એકપણ નહીં
જવાબ: (B) બહિર્ગોળ
૪. લેન્સના પાવરનો SI એકમ કયો છે?
(A) મીટર
(B) સેમી
(C) ડાયોપ્ટર (D)
(D) વોટ
જવાબ: (C) ડાયોપ્ટર (D)
૫. હીરાનો વક્રીભવનાંક કેટલો છે?
(A) 1.33
(B) 1.50
(C) 2.42
(D) 1.00
જવાબ: (C) 2.42
૬. કયો લેન્સ 'અભિસારી લેન્સ' તરીકે ઓળખાય છે?
(A) બહિર્ગોળ લેન્સ
(B) અંતર્ગોળ લેન્સ
(C) સમતલ લેન્સ
(D) નળાકાર લેન્સ
જવાબ: (A) બહિર્ગોળ લેન્સ
૭. જો મોટવણી m નું મૂલ્ય ઋણ (-) હોય, તો પ્રતિબિંબ કેવું હશે?
(A) આભાસી-ચત્તું
(B) વાસ્તવિક-ઊંધું
(C) આભાસી-ઊંધું
(D) વાસ્તવિક-ચત્તું
જવાબ: (B) વાસ્તવિક-ઊંધું
૮. પ્રકાશની ઝડપ સૌથી વધુ શેમાં હોય છે?
(A) કાચમાં
(B) પાણીમાં
(C) શૂન્યાવકાશમાં
(D) હવામાં
જવાબ: (C) શૂન્યાવકાશમાં
૯. સમતલ અરીસાની મોટવણી હંમેશા કેટલી હોય છે?
(A) 1 થી ઓછી
(B) 1 થી વધુ
(C) હંમેશા 1
(D) શૂન્ય
જવાબ: (C) હંમેશા 1
૧૦. દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે?
(A) અંતર્ગોળ અરીસો
(B) બહિર્ગોળ અરીસો
(C) સમતલ અરીસો
(D) લેન્સ
જવાબ: (A) અંતર્ગોળ અરીસો
Section B: ખાલીજગ્યા પૂરો
- ૧. અરીસા માટે f = R / 2 .
- ૨. લેન્સનો પાવર P = 1 / f .
- ૩. પાણીનો વક્રીભવનાંક 1.33 છે.
- ૪. ટોર્ચમાં પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસો વપરાય છે.
- ૫. જો પાવર +2.0 D હોય, તો કેન્દ્રલંબાઈ 50 cm થાય.
- ૬. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે.
- ૭. જો વસ્તુ C પર હોય, તો પ્રતિબિંબ C પર જ મળે.
- ૮. પ્રકાશનું કિરણ વાંકું વળવાની ઘટનાને વક્રીભવન કહેવાય.
- ૯. લેન્સના કેન્દ્રીય બિંદુને ઓપ્ટિકલ સેન્ટર (O) કહે છે.
- ૧૦. સ્નેલનો નિયમ sin i / sin r = અચળ છે.
Section C: ખરા-ખોટા જણાવો
- ૧. બહિર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. ❌ (ખોટું)
- ૨. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. ✅ (ખરું)
- ૩. હીરો એ સૌથી ઘટ્ટ માધ્યમ છે. ✅ (ખરું)
- ૪. અંતર્ગોળ લેન્સના પાવરનું મૂલ્ય ધન (+) હોય છે. ❌ (ખોટું)
- ૫. આપાતકોણ અને પરાવર્તનકોણ હંમેશા સમાન હોય છે. ✅ (ખરું)
- ૬. સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ શૂન્ય હોય છે. ❌ (ખોટું - અનંત હોય)
- ૭. વક્રીભવનમાં જો પ્રકાશ લંબ તરફ વળે, તો તે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશ્યો છે. ✅ (ખરું)
- ૮. તારાઓનું ટમટમવું એ પરાવર્તનની ઘટના છે. ❌ (ખોટું - વક્રીભવન છે)
- ૯. અરીસાનું સૂત્ર 1/v - 1/u = 1/f છે. ❌ (ખોટું - પ્લસ (+) આવે)
- ૧૦. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે ત્યાં હોય, પ્રતિબિંબ નાનું જ મળે. ✅ (ખરું)
🎯 સેક્શન C: બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્નો (3 ગુણ)
૧. ગોલીય અરીસા માટે નવી કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી
ગોલીય અરીસા વડે થતા પરાવર્તનમાં અંતર માપવા માટે 'નવી કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી' વપરાય છે, જે નીચે મુજબ છે:
- 📍 ધ્રુવ (P) ને ઉગમબિંદુ: અરીસાના ધ્રુવ (P) ને ઉગમબિંદુ તરીકે લેવામાં આવે છે.
- 📍 વસ્તુનું સ્થાન: વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે.
- 📍 મુખ્ય અક્ષને સમાંતર અંતર: બધા જ અંતરો ધ્રુવ (P) થી માપવામાં આવે છે.
- 📍 જમણી બાજુ (+X): ઉગમબિંદુથી જમણી બાજુના અંતરો ધન (+) લેવાય છે.
- 📍 ડાબી બાજુ (-X): ઉગમબિંદુથી ડાબી બાજુના અંતરો ઋણ (-) લેવાય છે.
- 📍 ઊંચાઈ (લંબ ઉપર): મુખ્ય અક્ષથી ઉપરની તરફની ઊંચાઈ ધન (+) લેવાય છે.
- 📍 ઊંચાઈ (લંબ નીચે): મુખ્ય અક્ષથી નીચેની તરફની ઊંચાઈ ઋણ (-) લેવાય છે.
૨. કાચના લંબઘન વડે થતું વક્રીભવન (લેટરલ શિફ્ટ)
જ્યારે પ્રકાશનું કિરણ કાચના લંબઘનમાંથી પસાર થાય છે, ત્યારે તેનું બે વાર વક્રીભવન થાય છે:
સમજૂતી:
- હવામાંથી કાચમાં: પ્રકાશનું કિરણ પાતળા માધ્યમ (હવા) માંથી ઘટ્ટ માધ્યમ (કાચ) માં જાય ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે.
- કાચમાંથી હવામાં: જ્યારે કિરણ ફરી ઘટ્ટ માધ્યમ (કાચ) માંથી પાતળા માધ્યમ (હવા) માં બહાર નીકળે છે, ત્યારે તે લંબથી દૂર જાય છે.
- લેટરલ શિફ્ટ (પાર્શ્વીય સ્થાનાંતર): અહીં નિર્ગમન કિરણ એ આપાતકિરણને સમાંતર રહે છે, પણ સહેજ બાજુ પર ખસેલું હોય છે. આપાતકિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણ વચ્ચેના આ લંબ અંતરને લેટરલ શિફ્ટ કહેવાય છે.
💡 મહત્વના સૂત્રો (અંશ - છેદમાં)
૧. માધ્યમ ૨ નો માધ્યમ ૧ ની સાપેક્ષે વક્રીભવનાંક:
૨. માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક:
🎯 સેક્શન C: બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્નો (3 ગુણ)
૩. બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને '2F1' પર મૂકતા મળતું પ્રતિબિંબ
જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે 2F1 (વક્રતાકેન્દ્ર C1) પર મૂકવામાં આવે, ત્યારે તેની કિરણાકૃતિ નીચે મુજબ મળે છે:
આ સ્થિતિને તમે "આરીસા જેવી સમાનતા" કહી શકો. લેન્સની ડાબી બાજુએ જેટલા અંતરે તમે વસ્તુ મૂકી છે, લેન્સની જમણી બાજુએ તેટલા જ અંતરે (2F2 પર) તેનું પ્રતિબિંબ રચાશે.
આમાં પ્રકાશના કિરણો કેવી રીતે કામ કરે છે?
એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય છે અને લેન્સમાંથી પસાર થયા પછી મુખ્ય કેન્દ્ર F2 માંથી નીકળે છે.
બીજું કિરણ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર (O) માંથી સીધું પસાર થાય છે.
આ બંને કિરણો જ્યાં ભેગા થાય છે, ત્યાં બરાબર 2F2 નું બિંદુ હોય છે.
- સ્થાન: લેન્સની બીજી બાજુ 2F2 પર.
- પ્રકાર: વાસ્તવિક અને ઊંધું.
- કદ: વસ્તુના કદ જેટલું જ (સમાન કદ).
૪. વક્રીભવનાંક અને તેના પ્રકારો
વ્યાખ્યા: પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે કેટલા પ્રમાણમાં વાંકું વળશે, તેના માપને વક્રીભવનાંક કહે છે.
(A) સાપેક્ષ વક્રીભવનાંક (n21)
માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક એટલે બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર.
(B) નિરપેક્ષ વક્રીભવનાંક (n)
જ્યારે પ્રથમ માધ્યમ તરીકે શૂન્યાવકાશ કે હવા લેવામાં આવે, ત્યારે મળતા વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે.
નોંધ: નિરપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય હંમેશા 1 થી વધુ હોય છે. હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક (2.42) સૌથી વધુ છે.
🎯 સેક્શન D: બોર્ડ પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્નો (4 ગુણ)
📖 પાઠ્યપુસ્તક સંદર્ભ:
વિદ્યાર્થી મિત્રો, આ કિરણાકૃતિઓ માટે તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણ 9 ની આકૃતિ 9.7 નો અભ્યાસ કરવો. પરીક્ષામાં આ આકૃતિઓ પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી જ દોરવી. a,d,e,f, આકૃતિ આવે છે.
૧. અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ
(A) વસ્તુ અનંત અંતરે હોય:
પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર મળે, અત્યંત નાનું અને વાસ્તવિક-ઊંધું હોય.
(B) વસ્તુ C અને F ની વચ્ચે હોય:
પ્રતિબિંબ C થી દૂર મળે, વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક-ઊંધું હોય.
(C) વસ્તુ F પર હોય:
પ્રતિબિંબ અનંત અંતરે મળે, ખૂબ જ વિવર્ધિત (મોટું) અને વાસ્તવિક-ઊંધું હોય.
(D) વસ્તુ P અને F ની વચ્ચે હોય:
પ્રતિબિંબ અરીસાની પાછળ મળે, મોટું અને આભાસી-ચત્તું હોય.
૨. લેન્સ માટે પ્રતિબિંબ રચતા મુખ્ય ત્રણ કિરણો
💡 યાદ રાખો: પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવા માટે આ ત્રણમાંથી કોઈપણ બે કિરણો જ્યાં છેદે, ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. સામાન્ય રીતે કિરણ 1 અને કિરણ 3 નો ઉપયોગ વધુ થાય છે.
ખાસ આકૃતિ 9.13 A, 9.14A ,9.15A આ ત્રણ આકૃતિ દોરવી
ગોલીય લેન્સમાં પ્રતિબિંબ મેળવવા માટે નીચેના ત્રણ કિરણોનો ઉપયોગ થાય છે:
- મુખ્ય અક્ષને સમાંતર કિરણ: વક્રીભવન પામી બીજી બાજુના મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે.
- મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું કિરણ: વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર બને છે.
- ઓપ્ટિકલ સેન્ટર (O) માંથી પસાર થતું કિરણ: કોઈપણ વિચલન વગર સીધેસીધું પસાર થઈ જાય છે.
૩. મોટો દાખલો (અરીસાનું સૂત્ર)
પ્રશ્ન: 15 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી 10 cm દૂર વસ્તુ મૂકી છે, તો પ્રતિબિંબનું અંતર અને મોટવણી શોધો.
ગણતરી:
- વસ્તુ અંતર (u) = -10 cm (હંમેશા ઋણ)
- કેન્દ્રલંબાઈ (f) = +15 cm (બહિર્ગોળ અરીસો હોવાથી ધન)
- પ્રતિબિંબ અંતર (v) = ?
અરીસાનું સૂત્ર:
1 / v = 1 / 15 - (1 / -10)
1 / v = 1 / 15 + 1 / 10
1 / v = (2 + 3) / 30
1 / v = 5 / 30
v = +6 cm
મોટવણી (m):
m = - (6) / (-10) = +0.6
નિષ્કર્ષ: પ્રતિબિંબ અરીસાની પાછળ 6 cm દૂર મળશે, જે આભાસી, ચત્તું અને નાનું હશે.
🎯 ધોરણ 10 વિજ્ઞાન સંપૂર્ણ IMP મટીરીયલ (પ્રકરણ 1 થી 13)
બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણ 1 થી 13 ના મોસ્ટ IMP પ્રશ્નો અને જવાબોની સંપૂર્ણ PDF નીચેથી ડાઉનલોડ કરો. ટેબલ અને ટ્રીક પણ આપ્યા છે જેથી તમને યાદ તરત રહી જશે. અને શોર્ટનોટ્સ પણ આપી છે જેથી તમે આગલા દિવસે બધું જ રિવિજન થઈ જાય.
👉 અહીં ક્લિક કરો: સંપૂર્ણ PDF ડાઉનલોડ કરો (₹60)
ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 - ૨ ગુણના મોસ્ટ IMP પ્રશ્ન-જવાબ
૧. પ્રકાશના પરાવર્તનના નિયમો લખો.
- આપાતકોણ (i) અને પરાવર્તનકોણ (r) સમાન મૂલ્યના હોય છે.
- આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ - આ ત્રણેય એક જ સમતલમાં હોય છે.
- પરાવર્તિત કિરણ અને આપાત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે.
- આ નિયમો ગોલીય અરીસા સહિત તમામ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પડે છે.
૨. બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો.
- વાહનોમાં 'સાઈડ મિરર' (Rear-view mirror) તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે.
- તેના દ્વારા ડ્રાઈવર પાછળના મોટા વિસ્તારનું પ્રતિબિંબ નાના અરીસામાં જોઈ શકે છે.
- તે હંમેશા વસ્તુનું ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે, જે જોવામાં સરળ રહે છે.
- મોટા શોપિંગ મોલ કે પાર્કિંગના વળાંકો પર સુરક્ષાના હેતુ માટે પણ આ અરીસો વપરાય છે.
૩. વક્રીભવન એટલે શું? તેના નિયમો લખો.
- જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ત્રાંસું પ્રવેશે ત્યારે સપાટી આગળથી તે પોતાની દિશા બદલે છે, તેને વક્રીભવન કહેવાય.
- આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે.
- આપાતકોણના સાઈન (\sin i) અને વક્રીભૂતકોણના સાઈન (\sin r) નો ગુણોત્તર અચળ હોય છે.
- આ અચળાંકને બીજા માધ્યમનો પહેલા માધ્યમની સાપેક્ષે 'વક્રીભવનાંક' કહેવામાં આવે છે (સ્નેલનો નિયમ).
૪. લેન્સનો પાવર એટલે શું? તેનો એસ.આઈ. (SI) એકમ જણાવો.
- લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર (P) કહે છે.
- લેન્સની કેન્દ્રલંબાઈ (f) ના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે છે (P = 1/f).
- લેન્સના પાવરનો SI એકમ 'ડાયોપ્ટર' (Dioptre - D) છે.
- બહિર્ગોળ લેન્સનો પાવર ધન (+) હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ (-) હોય છે.


