સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2: ભારતનો સાંસ્કૃતિક વારસો | હસ્ત અને લલિતકલા IMP નોટ્સ(Std 10 chapter 2 Social science Gujrati ma)
પ્રકરણ 2: ભારતનો સાંસ્કૃતિક વારસો:પરંપરાઓ
હસ્ત અને લલિતકલાની સંપૂર્ણ શોર્ટ નોટ્સ
🎨 મુખ્ય હસ્તકલાઓ
🏺 માટીકામ કલા
માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. કુંભારનો ચાકડો ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે. લોથલ અને હડપ્પામાંથી માટીના વાસણો મળી આવ્યા છે.
🧵 વણાટકામ (ટેક્સટાઇલ)
ઢાકાની મલમલ: જે દીવાસળીની પેટીમાં સમાતી.
પાટણના પટોળા: "પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં" (850 વર્ષ જૂની કળા).
👞 ચર્મઉદ્યોગ
મૃત પ્રાણીઓના ચામડાનો ઉપયોગ મશક, કોષ, પગરખાં અને સંગીતના સાધનો (ઢોલ, નગારા) બનાવવા થતો. રાજસ્થાનની મોજડી જગવિખ્યાત છે.
💎 હીરા-મોતી અને મીનાકારી
ભારતને ત્રણ બાજુ સમુદ્ર હોવાથી હીરા-મોતીનો ઉપયોગ પુષ્કળ થાય છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા હીરા ભારતમાંથી મળી આવ્યા છે.
📍 મીનાકારી: સોના-ચાંદીના અલંકારોમાં રંગ પૂરવાની કળા. (જયપુર, દિલ્હી, લખનૌ, વારાણસી અને હૈદરાબાદ મુખ્ય કેન્દ્રો).
📍 જરીકામ: સુરત જરીકામ માટે વિશ્વભરમાં જાણીતું છે.
🎵 લલિતકલાઓ (સંગીત, નૃત્ય, નાટ્ય)
🎼 સંગીત કલા
ભારતીય સંગીતના પાંચ રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. સામવેદને 'સંગીતની ગંગોત્રી' કહેવાય છે.
- સંગીત રત્નાકર: પંડિત સારંગદેવે લખેલ (સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ).
- સંગીત પારિજાત: પંડિત અહોબલે લખેલ (29 પ્રકારના સ્વરો).
💃 નૃત્ય કલા
| નૃત્ય | રાજ્ય |
|---|---|
| ભરતનાટ્યમ | તામિલનાડુ (તાંજોર) |
| કુચિપુડી | આંધ્રપ્રદેશ |
| કથકલી | કેરળ |
| કથક | ઉત્તર ભારત ("કથક કરે સો કથક કહાવે") |
| મણિપુરી | મણિપુર (લાસ્ય અને તાંડવ) |
🎭 નાટ્યકલા અને ભવાઈ
ભરતમુનિ રચિત 'નાટ્યશાસ્ત્ર' પ્રથમ ગ્રંથ છે. "એવું કોઈ શાસ્ત્ર નથી, એવી કોઈ શિલ્પ નથી... જે નાટકમાં ન હોય."
📍 ભવાઈ: અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ 700 વર્ષ જૂની કળા. તે 'ભાવ પ્રધાન નાટકો' છે. ભૂંગળ વગાડી પ્રારંભ કરાય છે.
🕺 ગુજરાતના વિશિષ્ટ નૃત્યો
- ગોફ ગૂંથન: દોરી પકડીને ગૂંથણી કરવી.
- સીદીઓનું ધમાલ: 'મશીરા' (નાળિયેરની કાચલી) વગાડીને કરાતું નૃત્ય.
- મેરાયો નૃત્ય: બનાસકાંઠાના વાવ વિસ્તારમાં (ઝૂંઝાળી ઘાસમાંથી મેરાયો ગૂંથીને).
- પઢાર નૃત્ય: હલેસા મારતા હોય તેવું દ્રશ્ય (સુરેન્દ્રનગર).
🚀 પ્રકરણ 2: માસ્ટર રિવિઝન કોષ્ટક & શોર્ટકટ ટ્રીક્સ
💃 શાસ્ત્રીય નૃત્યો (રાજ્ય અને વિશેષતા)
| નૃત્ય શૈલી | મુખ્ય રાજ્ય | યાદ રાખવાની 'Key' |
|---|---|---|
| ભરતનાટ્યમ | તામિલનાડુ (તાંજોર) | અભિનય દર્પણ (નંદિકેશ્વર) |
| કુચિપુડી | આંધ્રપ્રદેશ | સ્ત્રી અને પુરુષ બંને નૃત્ય કરે |
| કથકલી | કેરળ | રંગબેરંગી મુખવટા અને ઘેરદાર કપડાં |
| કથક | ઉત્તર ભારત | શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની કથા |
🎼 સંગીતના ૩ ગ્રંથો (યાદ રાખવાની ટ્રીક)
- 💎 સંગીત મકરંદ: પંડિત નારદ (૯૦૦ ની સાલ). ટ્રીક: નારદ મુનિ હંમેશા 'મકરંદ' (મધ) જેવું બોલે.
- 💎 સંગીત રત્નાકર: પંડિત સારંગદેવ. ટ્રીક: સૌથી 'પ્રમાણભૂત' ગ્રંથ (રત્ન જેવો).
- 💎 સંગીત પારિજાત: પંડિત અહોબલે (૧૬૬૫). ટ્રીક: આમાં ૨૯ પ્રકારના સ્વરો છે.
🕺 ગુજરાતના વિશિષ્ટ નૃત્યો
૧. સીદીઓનું ધમાલ: મૂળ આફ્રિકાના, ગીરમાં વસેલા. સાધન: મશીરા.
૨. મેરાયો: બનાસકાંઠા (વાવ તાલુકો). ઘાસમાંથી ગૂંથેલો તોરણ જેવો મેરાયો.
૩. પઢાર નૃત્ય: સુરેન્દ્રનગર. હલેસા મારતા હોય તેવું દ્રશ્ય.
૪. ગોફ ગૂંથન: દોરી પકડીને વેલ આકારે ગૂંથણી કરવી.
🏺 માટીકામ: કુંભારનો ચાકડો = ભારતનું પ્રથમ યંત્ર.
🧵 વણાટકામ: પાટણના પટોળા = ૮૫૦ વર્ષ જૂની કળા. (સિદ્ધરાજ જયસિંહનો સમય).
🎭 ભવાઈ: અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ૭૦૦ વર્ષ જૂની કળા.
🎭 પ્રકરણ ૨: ભારતનો સાંસ્કૃતિક વારસો - IMP હેતુલક્ષી પ્રશ્નો
Section A: ૧૦ બહુવિકલ્પ પ્રશ્નો (MCQ)
- કયા વેદને 'સંગીતની ગંગોત્રી' કહેવામાં આવે છે?
(A) ઋગ્વેદ (B) સામવેદ (C) યજુર્વેદ (D) અથર્વવેદ - 'પટોળાં' કયા શહેરની વિશ્વવિખ્યાત કલા છે?
(A) સુરત (B) જામનગર (C) પાટણ (D) જેતપુર - કયું નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે?
(A) કુચિપુડી (B) કથકલી (C) ભરતનાટ્યમ (D) કથક - સંગીતનો કયો ગ્રંથ 'સૌથી વધુ પ્રમાણભૂત' ગણાય છે?
(A) સંગીત રત્નાકર (B) સંગીત પારિજાત (C) સંગીત મકરંદ (D) નાટ્યશાસ્ત્ર - ભવાઈના પ્રણેતા કોણ છે?
(A) અસાઇત ઠાકર (B) ભરતમુનિ (C) સારંગદેવ (D) પંડિત અહોબલે - ગુજરાતમાં 'સીદીઓનું ધમાલ નૃત્ય' કયા વિસ્તારમાં જોવા મળે છે?
(A) ચોરવાડ (B) જાંબુર (ગીર) (C) વાવ (D) ભાલ - મીનાકારીની કલા માટે કયું શહેર જાણીતું છે?
(A) અમદાવાદ (B) જયપુર (C) સુરત (D) રાજકોટ - કુંભારનો ચાકડો ભારતનું કયા ક્ષેત્રનું પ્રથમ યંત્ર ગણાય છે?
(A) વણાટકામ (B) માટીકામ (C) ચર્મઉદ્યોગ (D) ધાતુકામ - કયા નૃત્યમાં સ્ત્રીઓ 'કુમીન' નામનો ઘેરાવાળો લીલા રંગનો ચણિયો પહેરે છે?
(A) કથક (B) મણિપુરી (C) કુચિપુડી (D) કથકલી - 'મશીરા' (નાળિયેરની કાચલી) કયા નૃત્યમાં વપરાય છે?
(A) પઢાર નૃત્ય (B) ધમાલ નૃત્ય (C) ગોફ ગૂંથન (D) મેરાયો નૃત્ય
Section B: ૧૦ ખાલીજગ્યા પૂરો
- ૧. ભારતની હસ્તકલામાં માટીકામ એ સૌથી પ્રાચીન કલા છે.
- ૨. ઢાકાની મલમલ નો તાકો દીવાસળીની પેટીમાં સમાતો હતો.
- ૩. સુરત શહેર જરીકામ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
- ૪. ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલાનો પ્રથમ ગ્રંથ છે.
- ૫. સંગીતના મુખ્ય ૫ (પાંચ) રાગો છે.
- ૬. કુચિપુડી નૃત્યની શૈલી આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે.
- ૭. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં મેરાયો નૃત્ય કરવામાં આવે છે.
- ૮. ભવાઈ એ ૭૦૦ વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
- ૯. લોખંડની વસ્તુઓ બનાવવાના વ્યવસાયને ધાતુકામ કહેવામાં આવે છે.
- ૧૦. પાટણના પટોળાની કલા સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં સુવર્ણકાળમાં હતી.
Section C: ૧૦ ખરા-ખોટા જણાવો
- ૧. પંડિત સારંગદેવે 'સંગીત પારિજાત' ગ્રંથ લખ્યો હતો. - ખોટું (રત્નાકર લખ્યો હતો)
- ૨. કથક નૃત્ય ઉત્તર ભારતની દેન છે. - ખરું
- ૩. હલેસા મારતા હોય તેવું દ્રશ્ય પઢાર નૃત્યમાં જોવા મળે છે. - ખરું
- ૪. કથકલી નૃત્યમાં પાત્રો રંગબેરંગી મુખવટા પહેરે છે. - ખરું
- ૫. અમીર ખુસરોને 'તૂતિયે-એ-હિન્દ' તરીકે ઓળખવામાં આવતા. - ખરું
- ૬. માટીના વાસણો પર પકવેલી માટીને 'ટેરાકોટા' કહેવાય છે. - ખરું
- ૭. ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવસ્થાન તમિલનાડુનું તાંજોર જિલ્લો છે. - ખરું
- ૮. ચર્મઉદ્યોગમાં રાજસ્થાનની મોજડીઓ જાણીતી નથી. - ખોટું (ખૂબ જાણીતી છે)
- ૯. સંગીત રત્નાકરમાં કુલ ૨૯ પ્રકારના સ્વરો ગણાવ્યા છે. - ખોટું (પારિજાતમાં ૨૯ સ્વરો છે)
- ૧૦. ભવાઈમાં ભૂંગળ વગાડીને ખેલ શરૂ કરવામાં આવે છે. - ખરું
📝 પ્રકરણ 2: ૨ ગુણના મોસ્ટ IMP પ્રશ્નોત્તર
૧. "માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે" - સમજાવો.
ઉત્તર:
- જન્મથી મરણ સુધી માણસની પ્રવૃત્તિ માટી સાથે જોડાયેલી રહે છે.
- ધાતુની શોધ નહોતી થઈ ત્યારે વાસણો, રમકડાં, ગડા, કુલડી અને કોડિયાં માટીના જ બનાવવામાં આવતા હતા.
- ઘરની દીવાલોને પણ માટી અને છાણથી લિંપીને રક્ષણ આપવામાં આવતું.
- લોથલ અને હડપ્પા સંસ્કૃતિના લાલ રંગના પવાલા અને બરણી પણ માટીકામના ઉત્તમ નમૂના છે.
૨. સંગીત રત્નાકર ગ્રંથનો પરિચય આપો.
ઉત્તર:
- આ ગ્રંથ પંડિત સારંગદેવે લખ્યો છે. તેઓ દેવગિરી (દૌલતાબાદ) ના નિવાસી હતા.
- પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો 'સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ' ગણાવે છે.
- સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ માનવામાં આવે છે.
૩. ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
- ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
- તેની શરૂઆત અસાઇત ઠાકરે કરી હતી.
- તે ઓછા ખર્ચે લોકશિક્ષણ અને મનોરંજન પૂરું પાડતી 'ભાવ પ્રધાન નાટકો' ની કલા છે.
- સોલંકી યુગમાં તેને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. તે ભૂંગળ વગાડીને શરૂ કરવામાં આવે છે.
૪. પાટણના પટોળા વિશે માહિતી આપો.
ઉત્તર:
- પાટણના પટોળાની કલા આશરે 850 વર્ષ કરતાં પણ જૂની છે.
- સિદ્ધરાજ જયસિંહના સમયમાં અનેક 'સળવીઓ' પાટણમાં આવીને વસ્યા હતા.
- પટોળામાં 'બેવડ ઇક્ત' (બંને બાજુ એક જ ભાત) જોવા મળે છે.
- તેના માટે કહેવત છે: "પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં."
૫. ભરતમુનિએ નાટ્યકલા વિશે શું કહ્યું છે?
ઉત્તર:
- ભરતમુનિએ કહ્યું છે કે, "એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવી કોઈ કલા નથી જે નાટ્યકલામાં ન હોય."
- નાટ્યકલા એ મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે.
- ભરતમુનિ રચિત 'દેવાસુર સંગ્રામ' એ પ્રથમ નાટક હતું.
૬. સીદીઓના ધમાલ નૃત્યની વિશેષતા જણાવો.
ઉત્તર:
- મૂળ આફ્રિકાના અને ગીરમાં વસેલા સીદીઓનું આ પરંપરાગત નૃત્ય છે.
- તેઓ નાળિયેરની કાચલીમાં કોડીઓ ભરી તેના પર કપડું બાંધી 'મશીરા' વગાડે છે.
- હો-હો ના આરોહ-અવરોહ સાથે આ નૃત્ય ગીરમાં ગુંજી ઉઠે છે.
- તેઓ પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતા જૂથમાં નૃત્ય કરે છે.
🏛️ પ્રકરણ 2: ૩ ગુણના મોસ્ટ IMP પ્રશ્નો (Board Selection)
૧. પંડિત અહોબલે આપેલ 'સંગીત પારિજાત' ગ્રંથનો પરિચય આપો.
ઉત્તર: પંડિત અહોબલે ઈ.સ. 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો.
- તેમણે દરેક રાગનું અલગ અસ્તિત્વ અને તેની વિશેષતા સમજાવી હતી.
- તેમણે જણાવ્યું કે દરેક રાગ એકબીજાથી સ્વતંત્ર ગુણધર્મ ધરાવે છે.
- આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમણે ૨૯ પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
- તેમણે દરેક સ્વરની ઉત્પત્તિ અને તેના પ્રભાવ વિશે વિગતવાર ચર્ચા કરી છે.
૨. ભારતની હીરા-મોતી કામ અને મીનાકારી કલા વિશે જણાવો.
ઉત્તર: ભારતને ત્રણ બાજુ સમુદ્ર કિનારો હોવાથી હીરા-મોતી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
- હીરાકામ: ભારતની દરિયાઈ સીમા 7517 કિમી હોવાથી હીરા અને મોતીનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા ભારતમાંથી જ મળી આવ્યા છે.
- મોતીકામ: ગુજરાતમાં મોતીકામની કલા વિશેષ જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, ઈંઢોણી, ચાકળા અને પછેડી માટે ગુજરાત પ્રખ્યાત છે.
- મીનાકારી: સોના-ચાંદીના ઘરેણાંમાં લાલ, લીલો અને વાદળી રંગ પૂરવાની કળાને મીનાકારી કહે છે. તેના માટે જયપુર, દિલ્હી અને વારાણસી જાણીતા કેન્દ્રો છે.
૩. ભારતની વણાટકામ કલા અને ઢાકાની મલમલ વિશે માહિતી આપો.
ઉત્તર: હસ્તવણાટ એ ભારતની અતિ પ્રાચીન પરંપરા છે.
- ઢાકાની મલમલ: ઢાકાની મલમલ એટલી બારીક હતી કે તેનો આખો તાકો એક દીવાસળીની પેટીમાં સમાઈ જતો અથવા તેની સાડી એક વીંટીમાંથી પસાર થઈ જતી હતી.
- કાશ્મીર: કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા અને નમદા ઉદ્યોગ પણ ખૂબ જાણીતા હતા.
- પટોળા: પાટણના પટોળાની બેવડ ઇક્ત શૈલી વિશ્વભરમાં અજોડ છે. તે મજબૂત હોય છે અને તેનો રંગ ક્યારેય જતો નથી.
૪. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર: ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં પોતાની પરંપરાગત શૈલીમાં નૃત્ય કરે છે.
- આ નૃત્યો મોટાભાગે વર્તુળાકારે હાથમાં હાથ પરોવીને કરવામાં આવે છે.
- ચાળો નૃત્ય: ડાંગના આદિવાસીઓ 'ચાળો' નૃત્ય કરે છે, જેમાં તેઓ મોર, ચકલી અને કાચબા જેવી પશુ-પક્ષીઓની નકલ કરે છે.
- ટિપ્પણી નૃત્ય: ચોરવાડના કોળીઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં લાકડીના છેડે લાકડાના ટુકડા જોડી જમીન પર પછાડી તાલબદ્ધ નૃત્ય કરાય છે.
- તેઓ ઢોલ અને મંજિરા જેવા વાદ્યોનો ઉપયોગ કરે છે.
🏛️ પ્રકરણ 2: ૪ ગુણના મોસ્ટ IMP લાંબા પ્રશ્નો
૧. ભારતની સંગીત કલા વિશે સવિસ્તાર માહિતી આપો.
ઉત્તર: ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ પડે છે.
- સામવેદ: ચાર વેદોમાં સામવેદને 'સંગીતની ગંગોત્રી' માનવામાં આવે છે.
- સ્વર અને રાગ: સંગીતમાં સાત મુખ્ય સ્વરો (સા, રે, ગા, મા, પા, ધા, ની) છે. સંગીતના મુખ્ય પાંચ રાગો છે: ૧. શ્રી, ૨. દીપક, ૩. હિંડોળ, ૪. મેઘ અને ૫. ભૈરવી.
- મુખ્ય ગ્રંથો: સંગીતને સમજવા માટે ત્રણ મુખ્ય ગ્રંથો રચાયા છે:
- સંગીત મકરંદ: પંડિત નારદ દ્વારા રચિત (ઈ.સ. 900).
- સંગીત રત્નાકર: પંડિત સારંગદેવ દ્વારા રચિત (સૌથી પ્રમાણભૂત ગ્રંથ).
- સંગીત પારિજાત: પંડિત અહોબલે દ્વારા રચિત (29 પ્રકારના સ્વરો).
- અમીર ખુસરો: અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં અમીર ખુસરો પોતાની સંગીત સેવાને લીધે 'તૂતિયે-એ-હિન્દ' તરીકે જાણીતા થયા હતા.
૨. ભારતની હસ્તકલા તરીકે કાંતણ અને વણાટકામનો પરિચય આપો.
ઉત્તર: ભારત પ્રાચીન કાળથી વસ્ત્રવિદ્યામાં નિપુણ રહ્યું છે.
- વણાટકામ: રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી તેને વળ ચઢાવી એકબીજા સાથે જોડી લાંબો દોરો બનાવવાની કળાને કાંતણ કહે છે. ગાંધીજીએ તેને સ્વદેશી ચળવળ સાથે જોડી હતી.
- ઢાકાની મલમલ: ઢાકાની મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો અને સાડી વીંટીમાંથી પસાર થઈ જતી. તે ભારતની કારીગરીનું અદભૂત નમૂનો છે.
- પાટણના પટોળા: સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં 'સળવીઓ' દ્વારા પટોળા બનાવવાની શરૂઆત થઈ. આ કળા 850 વર્ષ જૂની છે. પટોળામાં 'બેવડ ઇક્ત' હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે.
- અન્ય કેન્દ્રો: કાશ્મીરના ગાલીચા, જામનગર-જેતપુરની બાંધણી અને કાંજીવરમની સાડીઓ ભારતની ઓળખ છે.
૩. ભારતની નાટ્યકલા અને ગુજરાતની ભવાઈ વિશે સવિસ્તાર સમજાવો.
નાટ્યકલા: મનોરંજન સાથે સંસ્કાર આપતી આ કલા ભારતની આગવી વિશેષતા છે.
- ભરતમુનિ રચિત 'નાટ્યશાસ્ત્ર' આ કલાનો પ્રથમ ગ્રંથ છે.
- તેમણે કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર કે શિલ્પ નથી જે નાટ્યકલામાં ન હોય.
- મહાકવિ ભાસના 'કર્ણભાર' અને 'દૂતવાક્યમ્' જેવા નાટકો વિશ્વવિખ્યાત છે.
ભવાઈ: અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ 700 વર્ષ જૂની કલા.
- તે ઓછા ખર્ચે લોકશિક્ષણ પૂરું પાડે છે, જેને ટૂંકમાં 'ભાવ પ્રધાન નાટકો' કહેવાય છે.
- ભવાઈમાં ભૂંગળ વગાડીને દેવીની સ્તુતિ કરાય છે અને કન્યા કેળવણી જેવા સામાજિક વિષયો રજૂ કરાય છે.
- ભવાઈના પાત્રો 'રામદેવનો વેશ', 'ઝંડા ઝૂલણનો વેશ' વગેરે રજૂ કરે છે.
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: મિશન 2025 🎯
શું તમારે સામાજિક વિજ્ઞાનમાં 80/80 મેળવવા છે?
મેળવો સંપૂર્ણ PDF મટીરીયલ (પ્રકરણ 1 થી 21) માત્ર ₹60 માં! 💸મેળવો સંપૂર્ણ PDF મટીરીયલ (પ્રકરણ 1 થી 21) માત્ર ₹60 માં! 💸https://topmate.io/dangar_purna/1859041
✅ ખાસિયતો:
- 📌 નવી બ્લુપ્રિન્ટ મુજબ IMP પ્રશ્નો
- 🗺️ નકશા પૂર્તિની સરળ સમજૂતી
- 📝 મુદ્દાસર અને સરળ ભાષામાં જવાબો
- ⚡ વિભાગ-A માટે ટૂંકા પ્રશ્નોનો સંગ્રહ
તમારી તૈયારીને બનાવો સ્માર્ટ અને મેળવો બોર્ડમાં સફળતા!